આ વસ્તુથી સફેદ વાળને કુદરતી રીતે કરો વાળ કાળા

જો તમારા Hair (વાળ) અકાળે White (સફેદ) થવા લાગ્યા હોય તો ભૂલથી પણ Hair Colour (હેર કલર) કે Die (ડાઈ) નો ઉપયોગ કરશો નહિ. કારણ કે એવું કહેવાય છે કે કેમિકલવાળા હેર કલર કરવાથી સફેદ વાળમાં વધારો થાય છે, એટલા માટે તમે આ ઘરેલું ઉપચારથી તમારા વાળ કાળા કરી શકો છો.




તમે Potato (બટાકા) વિશે પહેલાથી જ જાણો છો કે તેનો ઉપયોગ શાકથી લઈને તેની ચિપ્સ અને વિવિધ પ્રકારની વાનગીઓમાં કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, જે Peel Potatoes (બટાકાની છાલ) ને તમે કચરો સમજી ફેંકી દો છો તેનો ઉપયોગ કરીને તમારા Hair Black (વાળને કાળા) કરી શકો છો.


કેમિકલ વગર વાળ કાળા કરવાનો ઉપાય

તમે બટાકાની છાલને એક કુદરતી હેર ડાઈ પણ કહી શકો છો. સફેદ વાળને કારણે તમારી સુંદરતાને બટાકાની છાલ કુદરતી રીતે ચમકદાર અને કાળા બનાવે છે. જો તમે આ ઘરેલું ઉપાય વિશે પહેલા સાંભળ્યું નથી અથવા તેનો ઉપયોગ કર્યો નથી તો તમે એક વાર અચૂક અજમાવી શકો છો.

બટાકાની છાલ તમારા વાળને કેવી રીતે વધુ સુંદર બનાવશે આવો અમે તમને જણાવીએ. અમે તમને એ પણ જણાવી દઈએ કે નેચરલ બ્લીચની જેમ બટાકા પણ તમારી ત્વચાને ગોરી અને ડાઘરહિત બનાવે છે. સ્કિન કેર પહેલા અમે તમને હર કેર માટે આ ઘરેલું ઉપાય જણાવીએ છીએ.

બટાકાની છાલથી કેવી રીતે વાળ કાળા કરવા

વાળ કાળા કરવા બેસ્ટ ઉપાય : તમે પહેલા બટાકામાં રહેલી વસ્તુઓ વિશે જાણી લેશો તો તેના ફાયદાઓ વિશે ચોક્કસ સમજી શકશો. બટાકાની છાલ કુદરતી રીતે તમારા વાળને કાળા કરી શકે છે અને બટાકાની છાલમાં સ્ટાર્ચ હોય છે જે તમારા વાળ પર એક પ્રકારના કુદરતી ડાઇની જેમ કામ કરે છે.

બટાકાની છાલનો રસ તમારા વાળમાં એકઠા થયેલા ઓઈલને દૂર કરે છે અને ડેન્ડ્રફને પણ અટકાવે છે. તેમાં રહેલા વિટામિન A, B, C સ્કેલ્પ માટે ખૂબ સારા હોય છે. આ સિવાય બટાકામાં આયર્ન, ઝિંક, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા અનેક મિનરલ્સ હોય છે, જેનાથી વાળ ખરવાની સમસ્યાને પણ અટકાવે છે.

બટાકાની છાલથી કેવી રીતે પેસ્ટ બનાવો

સૌથી પહેલા બટાકાની છાલ ઉતારી લો. પછી આ છાલને એક કપ ઠંડા પાણીમાં નાખીને સારી રીતે ઉકાળો. જ્યારે તે ઉકાળી જાય ત્યારે તેને 5 થી 10 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. પછી આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ થવા રાખો.

હવે આ આ પાણીને એક બરણીમાં ભરીને રાખો. આ બટાકાના પાણીમાંથી આવતી તીખી ગંધથી છુટકારો મેળવવા માટે તમે તેમાં લવંડર ઓઈલના થોડા ટીપા પણ ઉમેરી શકો છો.

કેવી રીતે લગાવો બટાકાની છાલ વાળ કાળા કરવા

વાળ કાળા કરવા બેસ્ટ ઉપાય પેસ્ટ બનાવો : બટાકાની છાલનું આ પાણીને તમારા માથાની ચામડી પર ધીમે ધીમે 5 મિનિટ સુધી મસાજ કરીને થોડીવાર માટે છોડી દો. આ બટાકાના પાણીને તમારા વાળમાં આ રીતે મસાજ કરીને લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.

ધ્યાન રાખો કે જો તમે બટાકાની છાલનું પાણી લગાવતા પહેલા તમારા વાળ ધોઈ લેશો તો તમારા વાળ સારી રીતે કલર થઇ જશે. આ રીતે તમે તમારા વાળને કુદરતી કલર કરી જ શકો છો પરંતુ તમે તેમને સ્વસ્થ અને ચમકદાર પણ બનાવી શકો છો.

તમારા વાળને કલર કરવા માટે તમે બટાકાની છાલનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. તે સંપૂર્ણપણે નેચરલ છે પરંતુ જો તમને આના કારણે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તેને તરત જ બંધ કરો.

Post a Comment